સને ૧૯૭૯ માં મુલુંડમાં આપણા ૧૨૦૦ કુટુબોની વસ્તી હતી. પરંતુ સમાજનુ પ્રતિનિધિત્વ ધરાવતી કોઈ સંસ્થાની ખોટ સાલતી હતી. તા.૩ ફ્રેબુ. ૧૯૭૯ ના શ્રી મોરારજી જેઠુભાઈના પ્રમુખપદે શિશુકુંજમાં બોલાવાયેલા સભામાં શ્રી મુલુંડ ક.વી.ઓ. સમાજ સંસ્થાની સ્થાપનાનો નિર્ણય લેવાયો. સંસ્થાની સ્થાપના માટે ઘણાના ઘરે જઈ. સંસ્થાની સ્થાપનાનો વિચાર મૂકી. સૌના સાથ-સહકારની ખાતરી મેળવી. સંસ્થાની પાર્શ્વભૂમિકા તૈયાર કરવામાં સદગત શ્રી ઉમરશી માણેક સાવલા અને શ્રી દામજી કુંવરજી વિસરીયા મુખ્ય હતા. સંસ્થા સ્થાપના થતા પહેલુ કામ મુલુંડમાં ખબરપત્રિકાની વહેચણીને વ્યવસ્થિત કરવાનુ હાથ ધરાયુ. ઍ પહેલા ઘણા વર્ષો સુધી આપણી જ્ઞાતિના ન હોવા છતા શ્રી વાઘજી રાયશી શાહ (શક્તિ ક્લોથ સ્ટોર્સ) ખબરપત્રિકા વહેચણી માટે પોતાનાથી બનતી મહેનત કરી સેવા આપતા હતા. ત્યારબાદ બાધરણ સમિતિ નિમવામાં આવી. આ સમિતિઍ પૂરી છણાવટ કરી.
સારો પરિશ્રમ કરી સંસ્થાનુ સુંદર બંધારણ તૈયાર કર્યુ. જેને સંસ્થાની તા.૧૧ ઑગસ્ટ ૧૯૭૯ ના રોજ મળેલ સામાન્ય સભાઍ થોડા સુધારા વધારા સાથે મંજૂર કર્યુ. ત્યારબાદ સંસ્થાનુ સોસાયટી… ઍક્ટ, પબ્લીક ટ્રસ્ટ ઍક્ટ અને ઇન્કમટેક્ષ ઍક્ટમાં રજીસ્ટ્રેશન કરાવવામાં આવ્યુ. જે માટે શ્રી શાંતિલાલ રાભીયા તથા સદગત શ્રી જાદવજી ખીમજી શાહ ઍ મહત્વનો ફાળો આપ્યો. તા.૧૫-૯-૧૯૭૯ ની સંસ્થાની સામાન્ય સભામાં પ્રથમ ઍડહોક સમિતિ નિમવામાં આવી. સંસ્થાના કારોબાર અને પ્રવૃતિઑ માટે યોગ્ય જ્ગ્યાની અનીવાર્યતા હતી. તે સમયે શ્રી ચીમનલાલ કાકુભાઈ દેઢીયા નિવાસની પાછળ નવુ મકાન બનાવી રહયા હતા. તેમા ૮૦૦ ફુટની બે દુકાનોનુ અન્યત્ર વેચાણ ઍસ્ટેટ ઍજન્ટ મગનલાલ મહેતાના સહકારથી અટકાવી શ્રી ચીમનભાઈને આ જગ્યા સંસ્થાને વેચાતી આપવા વિનતી કરવામાં આવી. સંસ્થાના સ્થાપકોમાના ઍક હતા. અને સંસ્થા સ્થાપનાનો વિચાર શ્રી ચીમનભાઈ ઍમના ઘરેથી પ્રસર્યો હોઈ સંસ્થા માટે ભારે પ્રેમ અને લાગણી ધરાવતા હતા. મજફુર જગ્યા મગાયેલ તેનાથી રૂપિયા ચાલીસ હજાર ઑછામાં સંસ્થાને આપવા તેમણે તરત ઑફર કરી જે સહર્ષ વધાવી લેવમા આવી. રૂ.૫૦૦/- ના ડોનેશન કાર્ડના લક્કી ડ્રો દ્રારા જ્ગ્યાની કિમત અને પ્રવૃતિ માટેનુ ભંડોળ ઉભુ કરવામાં આવ્યુ. તા.૧૨-૧૦-૧૯૮૦ ના મહારાસ્ટ્ર સેવા સંઘ હૉલ ખાતે સૌની હાજરીમાં લક્કી ડ્રો કરવામાં આવ્યો.
ભોજાયના શ્રી કલ્યાણજી ઘેલાભાઇ સાવલાનુ નામ ડ્રોમાં નીકળતા તેમના માતૃશ્રી ભાણબાઈ ઘેલાભાઇ ખીંયશી (ભોજાયવાલા) નુ નામ સંસ્થાના કાર્યાલયને આપવામાં આવ્યુ. આ ભંડોળ ફકત મુલુંડ સમાજમાથી જ ઉભુ કરવામા આવ્યુ. જે ઍક્ઠુ કરવામા સંસ્થાના અધિકારીઓ ઉપરાત શ્રી મોરારજી હીરજી મારૂઍ સારો ફાળો આપ્યો. આ દરમ્યાન સંસ્થાના કારોબાર માટે પોતાની ઓફીસ વાપરવા આપવા ઉપરાત ખૂબ મહત્વનો ફાળો સંસ્થાના પ્રમુખ શ્રી મોરારજી નાનજી ગાલાઍ આપ્યો. તા.૩૧-૧૨-૧૯૮૦ પહેલા પહેલી કાર્યવાહક સમિતિ અને તેના કન્વીનર બનાવવામાં આવ્યા ૧૯૮૦ માં મહિલા વિભાગ શરૂ કરવામાં આવ્યો. જેના પ્રથમ પ્રમુખ તે વખતે શેઠ મોતીભાઇ પચાણ રાષ્ટ્રીય શાળાના પ્રિન્સીપાલ શ્રીમતી સાકરબેન દેઢીયા હતા. ૧૧-૪-૮૧ ના શૈક્ષણિક સમિતિ અને અન્ય સમિતિઑ રચાઈ.
૧૯૮૨ માં કુ.ચંદ્રીકા ખેરાજ ગાલા અને અન્ય યુવક-યુવતીઓના પ્રયાસથી દશેરના શુભ દિવસે યુવા વિભાગ શરૂ કરવામાં આવ્યો. જેના પ્રથમ પ્રમુખ શ્રી કિશોર શામજી ગાલા હતા. રમતગમત સમિતિની રચના ૧૯૮૨ માં થઈ. મે ૧૯૮૮ થી યુથ હોસ્ટેલ ઍસોસિઍશન ઓફ ઇંડિયા મુલુંડ ક.વી.ઑ. યુનીટના ટ્રેકિંગ પ્રોગ્રામ શરૂ થયા. આજે તેમા દર વર્ષે ૬૦૦ જેટલી વ્યક્તિઓ ટ્રેકિંગ માણે છે. ૩૧ જુલાઇ ૧૯૮૮ ના ચક્ષુ બૅંકની શરૂઆત મુંબઇ હાઈકોર્ટના ન્યાયમૂર્તિ શ્રી મધુકિરણ કેનિયાના વરદ હસ્તે થઈ ઍક્યુપ્રેશર સારવાર કેન્દ્રની શરૂઆત ૧૯૯૪ માં થઈ. દર મંગળવાર અને શુક્રવારે ચાલતા આ સારવાર કેન્દ્રમાં દરેક વખતે નાત- જાતના કોઈ જ ભેદભાવ વિના ૪૦ થી ૫૦ દર્દીઓ સારવાર મેળવે છે. સંસ્થાના કાર્યાલયમાં નિયમીત ધોરણે વાચનાલય, લાયબ્રેરી તથા દર મંગળવાર અને શુક્રવારે હોમિયોપેથીક દવાખાનું (ડો. અરુણા છેડા) પણ ચાલુ છે. આમ ૧૯૭૮ માં રોપાયેલ બીજમાંથી આજે વટવૃક્ષ બનેલ સંસ્થાના વૃક્ષ પર ઍક પછી ઍક ફુલ ખીલ્યા કરે છે. ને સમાજમાં ઍની સુંગધ પ્રસરાવતા રહે છે. ઍક વ્યવસ્થિત જગ્યામાં વડિલો દરરોજ મળી શકે વાંચન, ટી.વી.,ઇન્ટરનેટ, રમત-ગમત, ચર્ચા વ પોતાની મનગમતી પ્રવૃતિમાં સમય વિતાવી શકે ઍવી વ્યવસ્થા માટે ગોઠવણ થઈ રહેલ છે. ૧૯૮૯ થી શરૂ થયેલ સ્વ. અમૃતલાલ નાનજી હીરજી ભોજરાજ મેડીકલ સહાય ફંડ હેઠળ નાતજાતના કોઈ ભેદભાવ વગર દર વર્ષે રૂ. ઍક લાખથી વધુની તબીબી સહાય આપવામાં આવે છે. હાલમાં જ શ્રી પ્રેમજી ઉકડો ગડા તથા માતુશ્રી વીરબાઈ ઉકડો ગડા- ગુંડાલા મેડીક્લેમ રાહત ફંડ ઉભુ કરવામાં આવેલ છે. જેમા ટુકા ગાળામા જ રૂ. ૧૮,૫૦,૦૦૦/- થી વધુ અનુધન પ્રાપ્ત થયો છે. આ ફંડના વ્યાજમાંથી દર વર્ષે જરૂરીયાતમંદને તબીબી વીમા પ્રીમીયમ ભરવામાં સહાય આપવામાં આવશે. મુલુંડના જરૂરીયાતમંદ જ્ઞાતિજનો આર્થિક સહાય માટે વર્ષ ૨૦૦૭-૦૮ થી શરૂ થયેલ જન ઉત્કર્ષ યોજના હેઠળ જરૂરીયાતમંદોને દર મહિને ઍમની જેટલી જરૂરીયાત હોય તેટલુ અનાજ, કરીયાણુ, ઘી, ગોળ, તેલ વગેરે ઘરપહોચ કરવામાં આવે છે. શ્રી ક.વી.ઑ. સેવા સમાજ સંચાલિત સંજીવની સ્વાસ્થય યોજના હેઠળ પ્રીમીયમ ભરવાની સુંદર વ્યવસ્થા દર વર્ષે સંસ્થાના કાર્યાલયમાં કરવામાં આવે છે. તથા જરૂરીયાતમંદોને કુલ રૂ. ૧ લાખ સુધીની સહાય પણ આપવામાં આવે છે.
શ્રી ક.વી.ઑ. સેવા સમાજ સંચાલિત બૂકબૅંક, કોમ્પ્યુટર પરબ અને પ્રવૃતિઓ માટે તરૂણ મિત્ર મંડળ સંચાલિત બૂકબૅંક માટે તથા અન્ય સંસ્થાઓની પ્રવૃતિઓ માટે સંસ્થા હમેશ પોતાનુ કાર્યાલય ઉપલબ્ધ કરાવવા ઉપરાત સંસ્થાના કાર્યકરો સ્થાનિકે સંપૂર્ણ સેવા આપે છે. વડિલો માટે નિવૃતપ્રવૃત અને વડિલ મિલન પછી હવે ઍક મોટુ ડગલુ સંસ્થા ભરવા જઈ રહેલ છે.
શિક્ષણ સહાય

સાંસ્કૃતિક કાર્યક્રમ

મહિલા સશક્તિકરણ

રમતો

વડીલો માટે આરામગૃહ

તબીબી મદદ